
દેવ ઉઠી એકાદશી અને તુલસી વિવાહના દિવસે આટલું કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઈરછાઓ પૂરી થાય છે..
ધાર્મિક માન્યતાઓ મુજબ દેવઉઠી એકાદશીના દિવસે તુલસી માતાને લાલ દોરો (નાડાછડી ) બાંધવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આમ કરવાથી ભગવાન વિષ્ણુ ની સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે, આ ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઇચ્છાઓ પૂરી થાય છે.
એવું પણ કહેવાય છે કે, દેવઉઠી એકાદશીના દિવસે ભક્તોએ “મહાપ્રસાદ જનાની સર્વ સૌભાગ્યવર્ધિની, આધિ વ્યાધિ હર નિત્યં તુલસી ત્વં નમોસ્તુતે” મંત્રનો જાપ સાથે તુલસી માતાને લાલ રંગની ચૂંદડી અર્પણ કરવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ રીતે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, અને તેમના ભક્તોને ધન, સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ કરે છે.
દેવઉઠી એકાદશીના દિવસે તુલસી માતાના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવ્યા બાદ તુલસીના છોડને થોડું કાચું દૂધ પણ ચઢાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
તુલસી વિવાહના દિવસે તમારા શરીરની લંબાઈ જેટલા પીળા દોરામાં ૧૦૮ ગાંઠ લગાવીને તુલસીના છોડને બાંધી ભક્તિભાવથી તુલસી માતાને તમારી ઇચ્છા વ્યક્ત કરો, તમારી ઇચ્છા પૂર્ણ થઈ જાય પછી દોરાને નદી કે તળાવમાં પ્રવાહિત કરવો.





