પ્રાપ્ત માહિતી મુજબ, આજે સવારે અમદાવાદના સૈજપુર વિસ્તારનો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રાજકોટ – અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં ઠાકોર પરિવારના બે સભ્યો સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૨૮) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. ૧૬) નાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ સભ્યો કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. ૨૯), હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૩૦) અને દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૩) ને ગંભીર ઈજા થતાં તેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.