
વૌઠા ગામ પાસે સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીઓના પાણી એક સાથે વહે છે, જેને સપ્તસંગમ કહેવાય છે, દર વર્ષે ત્યાં કારતક સુદ અગીયારસથી કારતક સુદ પુનમ સુધી પાંચ દિવસનો ખુબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે, આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે, આ મેળો તેમાં થતા વિશિષ્ટ ગધેડાંના વેપારને કારણે પણ ખુબ પ્રખ્યાત છે, ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, વરસાદી માહોલમાં પણ આજે ૧ નવેમ્બરથી ૬ નવેમ્બર એટલે કે પૂનમ સુધી સપ્તનદીના સંગમ સ્થાને પાંચ દિવસ ધોળકાના વૌઠા ગામે લોકમેળાનું આયોજન કરાયું છે, સાધુ-સંતો દ્વારા વિધિવત રીતે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે, આ દરમિયાન મેળામાં લોકોને કોઈ પ્રકારે હાલાકી ન પડે તે માટે વૌઠા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવી છે.




