
વિડીયો જોવા અહીં ક્લિક કરો..👇🏻
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના ‘કે’ ડિવિઝનના પી.આઈ રાઠોડ દ્વારા એક નહીં બે નહીં પણ ચાર ચાર વહીવટદારો રાખી નો એન્ટ્રી નાં સમયમાં ભારે વાહનોની અવર જવર કરવા દેવા માટે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ માલિકો પાસેથી મહિને લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવે છે, નોકરી માંથી કાઢી મુકેલ અને અગાઉ રૂપિયા ઉઘરાવીને આપનાર એક TRB જવાન દ્વારા જણાવેલ છે કે, ટ્રાફિક શાખાના એક અધિકારીને દર મહિને ચાર લાખ રૂપિયા નો હપ્તો પી.આઈ પહોંચાડે છે અને ગીતામંદિર બીટ નાં જમાદાર પ્રફુલભાઈ કોન્સ્ટેબલ મહિને રૂપિયા ૭૦,૦૦૦ ની આસપાસ અને કાંકરિયા બીટ નાં TRB ના માણસો દ્વારા મહિને રૂપિયા એક લાખની આસપાસ ઉઘરાણી કરીને વહીવટદારો મારફતે ટ્રાફિક પી.આઈ રાઠોડને પહોંચાડે છે.
જે જમાદાર, TRB અને હોમગાર્ડ નાં માણસો જેટલા વધારે રૂપિયા ઉઘરાવી લાવે તેને પત્રક મુજબ નહીં પણ પોતાના પોઈન્ટની પસંદગી મુજબ ફરજ સોંપવામાં આવે છે, અમદાવાદ શહેરના ‘કે’ ડિવિઝન ટ્રાફિક નો વહીવટ કરતા અજીતસિંહ ની નોકરી કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં છે પણ તેઓ આખો દિવસ નારોલ, દાણીલીમડા અને ગીતામંદિર શા માટે ફરતા હોય છે.? તેની તપાસ થાય તો ટ્રાફિક પી.આઈ રાઠોડનો ભાંડો ફૂટી જાય.? પણ ઉપરી અધિકારીઓ ને સચવાતા હોવાને લીધે કે’ ડિવિઝન ટ્રાફિક પી.આઈ રાઠોડ અને તેમના વહીવટદારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.




