
વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો..👇🏻
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેર ના ‘કે’ ડિવિઝન ટ્રાફિક પોલીસની હદમાં દાણીલીમડા ખોડીયાર નગર ચાર રસ્તા નો ટ્રાફિક નિયમન કરતા TRB જવાનો, હોમગાર્ડ માણસો, બીટ ના ઈનચાર્જ અને જમાદાર સવારથી સાંજ સુધી લીમડાના ઝાડ નીચે નેશનલ ફેક્ટરી પાસે ભૂરા ની ચા ની કીટલી પાસે બેસી રહેતાં હોવાનું અને એક જ બાજુ એ ઊભા રહીને ટ્રાફિક નિયમન કરતાં હોવાને લીધે ટ્રાફિક ની સમસ્યા જાતે જ ઉભી કરી પોતાની ફરજમાં બેદરકારી દાખવતા હોવાનું અને TRB જવાનો દ્વારા ટ્રાફિક નિયમન કરવાને બદલે વાહન ચાલકોને ઊભા રાખી તેઓના કાગળોની તપાસ કરી કોઈપણ પ્રકારે તેઓની પાસેથી રૂપિયા પડાવવાનું કામ કરતાં હોવાનું જાણવા મળેલ છે.
ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોને વાહન રોકવાની સત્તા અંગે ગુજરાત હાઈકોર્ટ અને સરકાર દ્વારા અગાઉ સ્પષ્ટ નિર્દેશો આપેલ હોવા છતાં અમદાવાદ શહેર ના ‘કે’ ડિવિઝન ટ્રાફિક પોલીસ ના અધિકારીઓ અને વહીવટદારો પોતાની મનમાની ચલાવી દાણીલીમડા, નારોલ, ખોડીયાર નગર ચાર રસ્તા, ચંડોળા, શાહઆલમ, સુએજ ફાર્મ, દેવ હોટલની સામે પીપળજ, પીરાણા, કચરાપેટી ના કાંટાની સામે, ગાય સર્કલ, લાંભા, અસલાલી, કાંકરિયા, ગીતામંદિર બીટ માં પોતાના માનીતા પોલીસ કર્મીઓને જ ઈનચાર્જ કે જમાદાર ની ફરજ સોંપવામાં આવે છે આ તમામ બીટ પર એક પણ ઈનચાર્જ કે જમાદાર હાજર હોતા જ નથી તેઓ દ્વારા TRB ના જવાન અને હોમગાર્ડ ના માણસો ને સામાન્ય નાગરિકોના વાહનો રોકી રૂપિયા ઉઘરાવવા અને નો એન્ટ્રી ના સમયગાળા દરમ્યાન અવર જવર કરતાં ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ ના ભારે વાહનો પાસેથી હપ્તા ઉઘરાવવાનું કામ કરાવી બેફામ હપ્તાખોરી ચલાવી રહ્યાં છે, ટ્રાફિક નિયમન ન થવાને લીધે સામાન્ય નાગરિકો હેરાન થઈ રહ્યાં છે અને ” ડિવિઝન ટ્રાફિક પોલીસ ના વહીવટદારો કાળી કમાણી ભેગી કરી રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
TRB જવાન અને હોમગાર્ડના માણસોના ભરોસે ટ્રાફિક શાખા નું આખું ‘કે’ ડિવિઝન ચાલી રહ્યું છે, સામાન્ય માણસોને હેરાનગતિ પહોચાડતા આવા ભ્રષ્ટ TRB જવાનો, હોમગાર્ડ ના માણસો, બીટ નાં ઈનચાર્જ, જમાદારો, પોલીસ કર્મીઓ અને અન્ય જગ્યાએ નોકરી હોવા છતાં ટ્રાફિક ‘કે’ ડિવિઝન નો વહીવટ કરતાં વહીવટદારો અને ઉઘરાવવામાં આવતા હપ્તા માંથી ભાગ પડાવતા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરવાની માંગ સ્થાનિક લોકો કરી રહ્યાં છે, પોલીસ કમિશનર અને ટ્રાફિક શાખાના DCP દ્વારા સરકાર અને હાઇકોર્ટના નિર્દેશોને ઘોળીને પી જનારા અમદાવાદ શહેર ટ્રાફિક શાખા ના ‘કે’ ડિવિઝનના જવાબદાર અધિકારીઓ ને સસ્પેન્ડ કરવા આવશે કે પછી ભીનું સંકેલવામાં આવશે..
અમદાવાદ શહેર ટ્રાફિક ‘કે’ ડિવિઝનના વહીવટદારોના નામની વિગતો સાથે વધુ જુઓ આવતાં અંકે..




