
મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર પડી રહી છે, વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, ૧૧ મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના ધ્વજ ધરાવતા ‘મયુરી નારી’ જહાજ યુએઈના ખલીફા બંદરથી રવાના થઈ ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું ત્યારે બુધવારે સવારે ૧૧ વાગ્યે ઈરાની સુરક્ષા દળો (IRGC) દ્વારા આએ જહાજ પર ગોળીબાર કર્યો હતો, રોયલ થાઈ નેવીએ ૨૦ ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા જ્યારે હજુ પણ ૩ સભ્યો ગુમ હોવાનું જણાય છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે, આ હુમલામાં બે ભારતીયોના મોત થયાના અહેવાલથી વિદેશ મંત્રાલયે ચિંતા અને રોષ વ્યક્ત કર્યો છે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાની ઘટના ભારત સખત શબ્દોમાં વખોડી કાઢે છે.’ આ સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં બે ભારતીયોના મોત થયા છે અને એક નાગરિક ગુમ છે, વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાથી અને નિર્દોષ ક્રૂ સભ્યોના જીવ જોખમમાં મૂકવાથી વૈશ્વિક વેપારની સ્વતંત્રતા જોખમાય છે, જે તાત્કાલિક બંધ થવી જોઈએ, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ પ્રવાસીઓની સુરક્ષા અને સુખાકારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવને પગલે ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.




