Surat માં વિશાળ ક્રેન દ્વારા ગણેશ વિસર્જનની પ્રક્રિયા
હજીરા દરિયામાં વિશાળકાય પ્રતિમાનું વિસર્જન
ક્રેનની મદદથી 17 ફૂટની વિશાળ પ્રતિમાનું વિસર્જન
600 જેટલા સ્વયંસેવકો ખડેપગે આપી રહ્યા છે સેવા
Surat : ગણેશ ચતુર્થીનાં (Ganesh Chaturthi) દિવસે ભક્તો હોશે હોશે વિધ્નહર્તાને લાવ્યા હતાં અને શનિવારે ‘પુઢચ્યા વર્સી લોકરયા’ કહી ભીની આંખે દુંદાળાદેવનું વિસર્જન કર્યું. વાજતે-ગાજતે દાદાને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ શ્રીજી વિસર્જન માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હજીરા દરિયામાં (Hazira Sea) વિશાળકાય પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. વિશાળ ક્રેન દ્વારા 17 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરાયું.