
અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારના પાંચકુવા નાં સૌથી વ્યસ્ત ગણાતા સિંધી માર્કેટમાં આજે અચાનક ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો, આ ભીષણ આગમાં ૩૦ થી વધુ દુકાનો ઝપેટાઈ ગઈ, આગની તીવ્રતા જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ૨૦ થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વિપુલ ઠક્કર અને ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે હાજર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
સિંધી માર્કેટ અને રેવડી બજાર કાપડના વેપાર માટે જાણીતું હોવાથી માર્કેટમાં માલ – સામાનનો મોટો જથ્થો હોય છે, જેના કારણે આગ વધુ પ્રસરવાનો ભય સેવાઈ રહ્યો છે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલકતને મોટા નુકસાનની ભીતિ છે, આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે.




