
અયોધ્યા માં ભવ્ય રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ૧૧.૫૫ કલાકના અભિજિત મૂહુર્તમાં ભવ્ય રામ મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ભગવા ધર્મ ધ્વજા સ્થાપિત કરી હતી, રામમંદિરના ધ્વજારોહણ સમારંભને મંદિરના નિર્માણની પૂર્ણતા અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિ માનવામાં આવે છે, આ સમયે પીએમ મોદીએ જણાવ્યું કે, રામ મંદિર પર ધર્મ ધ્વજાની સ્થાપના સાથે આજે એ યજ્ઞાની પૂર્ણાહૂતિ થઈ છે, જે ૫૦૦ વર્ષ સુધી પ્રજ્વલિત રહ્યો, સદીઓના ઘા હવે પૂરાઈ રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં વિવાહ પંચમીના દિવસે ઐતિહાસિક ધ્વજારોહણ સમારંભ પહેલાં શેષાવતાર મંદિર અને સપ્તઋષિ મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી, ત્યાર પછી ભવ્ય રામ મંદિરમાં પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રામ લલા અને દરબાર ગર્ભ ગૃહમાં ભગવાન રામની પૂજા-આરતી કર્યા હતા.





