
ભારતીય સિનેમાના હી-મેન તરીકે પ્રખ્યાત દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૫ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ૮૯ વર્ષની વયે નિધન થયું છે, તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે, વૃદ્ધાવસ્થાના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી વિવિધ બીમારીથી પીડિત હતા, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, થોડા દિવસ પહેલા જ તેમને હોસ્પિટલ માંથી રજા અપાઈ હતી અને ઘરે તેમની સારવાર ચાલી રહી હતી.
ધર્મેન્દ્રનો જન્મ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ ના રોજ પંજાબમાં થયો હતો, ૬૫ વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે ૩૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી, તેમણે ૧૯૬૦ માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું, શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી, આજે પણ લોકો તે ફિલ્મના વખાણ કરે છે, હવે તો જલ્દી જ અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે જે ૨૫ ડિસેમ્બરે રીલીઝ થશે, આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે.




