હાલ દેશભરમાં ડિજિટલ અરેસ્ટ ના નામે અનેક લોકોને ઠગતા સાયબર માફીયાઓ સક્રિય થયા છે, અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા દેશભરમાં ડિજિટલ અરેસ્ટ કરીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો, અત્યાર સુધીમાં લોકોને લોભ – લાલચ અને દબાવીને પૈસા પડાવવામાં આવતા હતા પરંતુ હવે ડિજિટલ અરેસ્ટ માં નવી રીતો સામે આવી છે, જેમાં મહિલાઓને ફસાવી મેડિકલ ચેકઅપ ના નામે તેમનાં નગ્ન ફોટા અને વિડિયો નું રેકોર્ડિંગ ઉતારી રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાના કિસ્સા સામે આવ્યા છે..
ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડ થી બચવા માટે આટલું કરો..