પાલિકાના સૂચન અનુસાર કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનું સામે આવ્યું વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં ભરવામાં નેશનલ હાઇવે ઓથોરીટીની ઢીલાશ કાંસની સફાઇ બાકી હોવાનું અધિકારીએ સ્વિકાર્યું VADODARA : વડોદરા (VADODARA) માં ચોમાસા દરમિયાન પૂર નિવારવા માટે પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની (VISHWAMITRI PROJECT) શરૂઆત કરવામાં આવી છે. જેમાં પાલિકા, હાઇવે ઓથોરીટી તથા રાજ્ય સરકારના સિંચાઇ વિભાગને કામોની વહેંચણી કરવામાં આવી છે. આ વચ્ચે પાલિકાએ એક મહિના અગાઉ હાઇવે ઓથોરીટીને એલ એન્ડ ટી નજીકનો ગટરનો સેક્શન મોટો કરવા માટે સૂચન કર્યું હતું. છતાં કોઇ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સામે આવ્યું છે. જેથી આજની સ્થિતીએ શહેરમાં ચોમાસા દરમિયાન પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે.