અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ વિભાગના ચુસ્ત બંદોબસ્ત સાથે આસારામ આશ્રમના સાધકો દ્વારા સરકારી ગામતળની જમીન પર બનાવેલ ૩૬ ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, વર્ષોથી અહીં રહેતા સાધકો અને સ્થાનિક પરિવારોમાં ડિમોલિશનને પગલે ભારે આક્રંદ અને નારાજગી જોવા મળી હતી, ઉગ્ર આક્રોશ વચ્ચે કેટલાક સ્થાનિકોએ વહીવટી તંત્રને ડરાવવા આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, AMCની ટીમે કોઈ પણ દબાણમાં આવ્યા વગર ભારે પોલીસ પ્રોટેક્શન વચ્ચે ગેરકાયદે મકાનો તોડવાનું ચાલુ રાખેલ છે, એસ્ટેટ વિભાગ ના અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે કુલ ૩૬ મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે જે માટે સ્થાનિકોને એક વર્ષ પહેલાં જ મકાન ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.