ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાશે કામગીરી અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો રહેશે ખડેપગે ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત Demolition Chandola Lake : અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ 2 શરૂ થયુ છે. જેમાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અંદાજિત 10 હજારથી વધુ મકાનો તોડવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાશે. અંદાજિત 2 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. તેમજ ડિમોલિશન કાર્યવાહી સમયે 25 SRPની કંપની તૈનાત છે. પહેલા ફેઝમાં દોઢ લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લિયર કરાઈ છે.