
અમદાવાદ શહેરમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં ની સાથે જ ખાનગી શાળાઓની મનમાની અને વાલીઓ સાથે કરવામાં આવતી લૂંટના કિસ્સાઓ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગરની જાણીતી SSGITS (Shree Swaminarayan Gadi International Techno School) શાળાના સંચાલકો સામે વાલીઓને નિયમ વિરુદ્ધ ખાનગી પ્રકાશકો ના પુસ્તકો ખરીદવા દબાણ કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને સત્તાવાર અને માન્ય અભ્યાસક્રમ ની બહારનો અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં, આ અભ્યાસક્રમ માટે વાલીઓને શાળાના પરિસરમાં જ શરૂ કરવામાં આવેલી સ્ટેશનરી માંથી ખાનગી પ્રકાશકોના મોંઘા પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગના સ્પષ્ટ નિયમો છે કે, કોઈ પણ શાળા વાલીઓને ચોક્કસ દુકાન કે શાળાના કેમ્પસ માંથી જ પુસ્તકો કે યુનિફોર્મ ખરીદવા માટે ફરજ પાડી શકે નહીં, તેમ છતાં SSGITS શાળાના સંચાલકો દ્વારા નિયમોને નેવે મૂકીને વાલીઓ પર આર્થિક બોજ નાંખી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, “એક તરફ મોંઘી ફી અને બીજી તરફ શાળા પરિસરમાંથી જ ખાનગી પ્રકાશકોના મોંઘા પુસ્તકો લેવાનું દબાણ” શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆતની તૈયારીઆ મામલે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, શાળાના આ પ્રકારના સરમુખત્યારશાહી વલણથી કંટાળીને હવે વાલીઓ સંગઠિત થઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી નાં અધિકારીઓ શાળા ના સંચાલકો પાસેથી મોટી રકમની લાંચ લેતા હોવાને લીધે આવી ગેરરીતિ ચાલવી લેવામાં આવે છે અને જો તેઓને ફરિયાદ કરીએ તો સામાન્ય રકમ ના દંડ ફટકારી આવા પુસ્તકો ના વેચાણ થી થયેલ આવક નો અમુક ટકા હિસ્સો અધિકારીઓને પ્રસાદ રૂપે ધરાવી દેવાને લીધે વિધાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે.
શાળા દ્વારા નિયમ વિરુદ્ધ સિલેબસ સિવાયનો બહારનો અભ્યાસક્રમ કેમ ચલાવવામાં આવી રહ્યો છે.? અને તેની આડમાં કોનું ગજવું ભરાઈ રહ્યું છે.? તે તપાસનો વિષય છે, તેવી વાલીઓની મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને માંગણી કરી રહ્યા છે, વાલીઓ દ્વારા આવનાર દિવસોમાં સરકારને આવા શિક્ષણ માફીયાઓ વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી બતાવી છે, હવે જોવાનું એ રહેશે કે, શિક્ષણ વિભાગ આ ગંભીર બાબતની નોંધ લઈને SSGITS શાળાના સંચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી કરે છે કે, પછી દર વખતની જેમ વાલીઓએ આ આર્થિક શોષણ સહન કરવું પડશે.




