ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવશે વડોદરામાં તેમના રોડ શો ને ભવ્ય બનાવવા તંત્રએ કમર કસી મોટી સંખ્યામાં લોકો સ્વયંભુ જોડાય તેવા પ્રયાસો કરતું તંત્ર VADODARA : દુશ્મન દેશના દાંત ખાટા કરનાર ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ દેશના વડાપ્રધાના નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) 26, મે ના રોજ સવારે વડોદરા આવી રહ્યા છે. તેઓ જુના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ-શો (ROAD SHOW – VADODARA) સ્વરૂપે પહોંચશે. આ રોડ શો દરમિયાન 15 જેટલા સ્ટેજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 30 હજાર જેટલી મહિલાઓ રોડ-શો માં સ્વયંભુ જોડાય તેવા ભાજપ સંગઠન દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ રોડ શોના રૂટ પર સાંસ્કૃતિક ઝલક દેખાશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.