
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં AMC ના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડના વિસ્તારમાં મોની હોટલની ગલીમાં શાક માર્કેટ પાસે આવેલ આંબા તળાવ વાળી જગ્યામાં થયેલ આશરે ૧૪૭ જેટલા કાચા પાકા મકાનો અને ૧૪ કોમર્શિયલ બાંધકામો દૂર કરી આશરે ૨૬૦૦૦ ચોરસ મીટર જેટલી જગ્યા ને ખાલી કરાવવા માટે આજે સવારથી દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા પાંચથી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, સ્થાનિકો દ્વારા પોતાની હૈયા વરાળ ઠાલવતા AMC દક્ષિણ ઝોનના અધિકારીઓ લાખો રૂપિયા લઈને મકાનોની સ્કીમ પ્રકારના, કોમર્શિયલ ગોડાઉનો અને શેડ પ્રકારના, સરકારી જમીનો પર ના મકાનો ની સ્કીમ પ્રકારના તેમજ ફેક્ટરી પ્રકારના ગેરકાયદેસર બાંધકામો થવા દે છે તેને તોડવા કેમ પેટમાં દુખે છે.? આવા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા વર્ષો થી પોલીસ કેમ બંદોબસ્ત નથી આપતી.? અમારા મકાનો તોડવા ટાઈમ જ ટાઈમ છે ત્યાં કેમ જતાં નથી.? તેવો આક્રોશ વ્યક્ત કરેલ છે.
હવે ચોમાસુ આવશે અને લોકોને બેઘર કરી દેવાયા છે આ લોકો પાસે હવે કોઈ આશરો નથી રહ્યો અને હવે અમે ક્યા જઈશું AMC નાં અધિકારીઓને તેવી આજીજી કરતાં હોવાના દૃશ્યો સામે આવેલ છે, AMC નાં અધિકારીઓ દ્વારા જણાવેલ છે કે, જે નાગરિકો પાસે ત્યાં વર્ષોથી વસવાટ કરતા હોવાના જરૂરી સરકારી પુરાવા અને દસ્તાવેજો ઉપલબ્ધ હશે, તેમની પાસેથી AMC દ્વારા નિયત ફોર્મ ભરાવી પુરાવાઓની ચકાસણી કર્યા બાદ લાયક પરિવારોને સરકારી યોજના હેઠળ વૈકલ્પિક મકાનોની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.




