VADODARA : બરોડા ક્રિકેટ એસો. (BARODA CRICKET ASSOCIATION) દ્વારા પ્રથમ વખત ટી – 20 ફોરમેટમાં બરોડા પ્રિમિયર લીગ (BARODA PREMIER LEAGUE – 2025) ની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. કોટંબી સ્ટેડિયમ (KOTAMBI STADIUM) માં આ મેચો 15 જુનથી શરૂ થશે. બીપીએલ હેઠળ 24 મેચો રમાડવામાં આવનાર છે. ટુર્નામેન્ટની 5 ટીમોની પસંદગી ડ્રોના આધારે કરવામાં આવી છે. પાંચ ટીમ વચ્ચે 115 ખેલાડીઓ વેચાયા હતા. પાંચ ટીમોના નામ એ – 4 પાવર સ્ટ્રાઇકર, એલેમ્બિક વોરીયર્સ, અમી સુપર એવેન્જર્સ, ડાયમંડ ડેઝલર અને પૃથ્વી પેન્થર છે. આ ટુન્મામેન્ટમાં કુલ રૂ. 45 લાખના ઇનામો રાખવામાં આવ્યા છે.