જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં આતંકીઓએ સેનાના બે વાહનો પર હુમલો. આ આતંકવાદી હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા હતા, જ્યારે બે સિવિલ પોર્ટરના પણ મોત થયા હતા. હુમલામાં ઘણા જવાનો ઘાયલ પણ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે. જો કે હુમલા બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સેનાએ આતંકીઓને શોધવા માટે પોતાની કડકાઈ વધારી દીધી છે.