ગુજરાત રાજ્યમાં મેઘરાજા નું રૌદ્ર સ્વરૂપ રાજ્યના ૧૩ જિલ્લામાં રેડ એલર્ટ..

હવામાન વિભાગે બપોરે ૧ વાગ્યા સુધી રાજ્યના ૧૩ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના તમામ ૨૫૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં સૌથી વધુ અંદાજે ૨૪ ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ૧૨ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ-નાળાઓમાં નવા નીરની આવક અને જનજીવન પર અસર જોવા મળી રહી છે. વરસાદી દુર્ઘટનાઓમાં નવસારીમાં કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે આણંદમાં પાણીના પ્રવાહમાં તણાતા એક બાળકીનું મોત થયું છે. જોકે, અન્ય બે બાળકોનો સમયસર રેસ્ક્યૂ કરી સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ લોકોને નદી-નાળાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
-AANDHINEWS




