દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન બનાસ ડેરીએ વિકસાવ્યું વાછરડીના જન્મની શક્યતા 90 ટકા સુધી વધી જશે પશુપાલકોને થશે આર્થિક લાભ, દૂધ ઉત્પાદનમાં થશે વૃદ્ધિ Banaskantha : Banas Dairy ના દામા સીમેન સ્ટેશન (Dama Semen Station) માં દેશનું પ્રથમ સ્વદેશી સિમેન સેક્સ શોર્ટિંગ મશીન વિકસાવામાં આવ્યું છે. આ મશીન, બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલનું એનાલિસીસ કરે છે. જેના લીધે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધી જશે. પરિણામે દૂધાળું પશુઓની સંખ્યા વધશે. હાલ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ‘GauSort’ ટેકનોલોજી પશુઓની ઉન્નત જાત-સંવર્ધનમાં ઉપયોગી બની રહી છે.