VADODARA : વડોદરામાં ભાજપના પૂર્વ શહેર અધ્યક્ષ વિરૂદ્ધ સિનિયર ધારાસભ્ય (BJP MLA – VADODARA) નો છુપો રોષ સામે આવી રહ્યો છે. સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે (MLA YOGESH PATEL – VADODARA) પૂર્વ શહેર અધ્યક્ષ ડો. વિજય શાહનું નામ લીધા વગર જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, નવા પ્રમુખ આવ્યા બાદ પાલિકા (VMC – VADODARA) માં ઘણી માથાકુટો ઓછી થઇ ગઇ છે. નવા પ્રમુખે ચોખવટ કરી છે કે જે પણ દરખાસ્ત આવે તે મંજુર કરી દેવી. અત્રે નોંધનીય છે કે, પૂર્વ ભાજપ પ્રમુખના રાજમાં પાલિકાના કામોમાં તેમની દરમિયાનગીરી વધારે રહેતી હતી. જેને પગલે કોર્પોરેટર અને ધારાસભ્યો અનેક વખત નારાજ રહેતા હતા. આ સાથે જ ડો. વિજય શાહ અને યોગેશ પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી અગાઉ અનેક વખત સામે આવી ચુકી છે.