ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ દ્વારા વડોદરાની ઐતિસાહીક ધરોહરનું જતન અને તેની ભવ્યતા ખીલવવા માટે અનેક પ્રસાયો હાથ ધરવામાં આવી રહ્યા છે. સિટીના સુરસાગર પાસેના ચોક્કસ વિસ્તારના હેરીટેજ સ્કવેર બનાવવાની નેમ તેમણે લીધી છે. દરમિયાન તાજેતરમાં લાલકોર્ટને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જે અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 35 લાખના ખર્ચે ડાયનેમીક ફસાડ લાઇટીંગથી તેનું સુશોભન કરવામાં આવ્યું છે. જેને તાજેતરમાં ધારાસભ્ય, મેયર તથા પાલિકાના પદાધિકારીઓની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.