અમદાવાદ શહેરમાં કથિત તોડબાજ પત્રકારો સામે તવાઈ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પણ 6 લોકો સામે ફરિયાદ RTI એક્ટિવિસ્ટ જ્વલિત ખત્રી સહિત 6 લોકો સામે ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમની ઉપર ખંડણી નો આરોપ છે જેમાં ત્રણ કથિત પત્રકારો અને એક આર.ટી.આઈ એક્ટિવેસ્ટ હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદેસર બાંધકામને લઈને પત્રકાર અને પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આરટીઆઇ એક્ટિવિસ્ટ ખંડણી માંગવા ગયા હતા અને ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરતા તેમની ધરપકડ કરવામાં આવી છે.