કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કી પર રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે, હું રાહુલ ગાંધીને સવાલ કરવા માંગુ છું કે આ શારીરિક શક્તિનુ પ્રદર્શન કરવાની જગ્યા નથી. જો દરેક વ્યક્તિ પોતાની શક્તિનુ પ્રદર્શન કરવા લાગે તો સંસદ કેવી રીતે ચાલશે? શક્તી પ્રદર્શન કરવાનો અર્થ શું છે? આ કરાટે અથવા કુંગફુ માટેનું સ્થાન નથી. આ કોઈ રાજાની જાગીર નથી પણ લોકશાહીનું મંદિર છે. આ સ્માર્ટનેસ બતાવવાની જગ્યા નથી. સંસદ એ કોઈ કુસ્તીનું પ્લેટફોર્મ નથી. રાહુલે શારીરિક શક્તિ બતાવી છે. આ બોક્સિંગનો અખાડો નથી. હું રાહુલ ગાંધીની નિંદા કરું છું