Georgia માં 11 ભારતીય નાગરિકોના દુઃખદ અવસાન. ભારતીય દૂતાવાસે નિવેદન જાહેર કર્યું. જ્યોર્જિયા દુઃખદ ઘટના પર એમ્બેસી સપોર્ટ માટે પ્રતિબદ્ધ. જ્યોર્જિયા (Georgia)થી ભારત માટે ખરાબ સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યોર્જિયા (Georgia)ના ગુદૌરી સ્થિત એક હિલ રિસોર્ટમાં અત્યાર સુધીમાં 11 ભારતીય નાગરિકોના મોત થયા છે. ભૂતપૂર્વ સોવિયેત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રારંભિક અહેવાલો અનુસાર, ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે 11 ભારતીય લોકોના મોત.