
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પરિસરના બાથરૂમ માંથી સુરતના ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે, મૃતક યુવતીઓ ૧૮ વર્ષીય રોશની શરદ શિરસાઠ અને ૨૦ વર્ષીય જોશના અતુલ ચૌધરી ની ઓળખ થયેલ છે, આ ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી બંને વિધાર્થીનીઓના મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે, આ મોત આકસ્મિક છે.? કે આત્મહત્યા.? કે અન્ય કોઈ કારણ, તે જાણવા માટે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે, સ્વામિનારાયણ મંદિર પરિસરમાં બે યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઉભા કર્યા છે.




