અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની ફાઈનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો પહેલીવાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાઈ હતી, ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૨૫૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ ૧૯ ઓવરમાં માત્ર ૧૫૯ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, ભારતે ન્યૂઝીલેન્ડને ૯૬ રને હરાવી ભારતીય T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માં ચેમ્પિયન બની છે અને ત્રીજી વખત ભારતીય T20 વર્લ્ડ કપ જીતનારી એકમાત્ર ટીમ બની છે.