વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઠમી માર્ચ ૨૦૨૬ ના રોજ T20 વર્લ્ડ કપ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ભવ્ય ફાઈનલ મુકાબલો રમાવા જઈ રહ્યો છે, આ ઐતિહાસિક મેચ પહેલાં ક્રિકેટના ચાહકો માટે મનોરંજનનો ડબલ ડોઝ પીરસવા ફાઈનલ મેચની શરૂઆત પહેલા સ્ટેડિયમમાં ભવ્ય મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ICCએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય પોપ આઇકોન રિકી માર્ટિન સમાપન સમારોહમાં પરફોર્મ કરશે, સુપરસ્ટાર રિકી માર્ટિન પોતાના સુપરહિટ લેટિન પોપ ગીતો અને હાઈ-વોલ્ટેજ સ્ટેજ પર્ફોર્મન્સથી ચાહકોને ઝૂમાવશે, આઠમી માર્ચે રમાનારી આ મેચ માટે અમદાવાદના રસ્તાઓથી લઈને હોટલો સુધી બુકિંગ ફુલ થઈ ગયા છે.