
ઈરાન ના સૈન્ય સંગઠન IRGC દ્વારા એક અત્યંત મહત્વની અને વિહાત્મક જાહેરાત કરી છે કે, યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ અથવા તેમના સાથી દેશોનું કોઈપણ જહાજ જો હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ માંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો ઈરાન તેને પોતાનું લક્ષ્ય બનાવી ના કરી દેશે, ઈરાનને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્ર માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ ને અમેરિકા ઇઝરાયલ અને તેમના પશ્ચિમની સાથી દેશો માટે સંપૂર્ણપણે બંધ કરી દીધો છે, આ કડક વલણ વચ્ચે ભારત માટે સારા સમાચાર એ છે કે, ભારતીય જહાજો પર આવો કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.
ઈરાન નો આ નિર્ણય પછીની દેશોની આર્થિક કમર તોડવા માટે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને ચીન જેવા દેશોને છૂટ આપીને ઈરાન પોતાના મિત્ર દેશો સાથેના સંબંધો મજબૂત કરી રહ્યું છે, ભારત માટે આ એક રાજદ્વારી જીત સમાન છે કારણ કે તેનાથી દેશમાં કટોકટી સર્જાવાની સંભાવના ઘટી ગઈ છે.




