T – 20 વર્લ્ડ કપની રવિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને ૫ વિકેટે હરાવી ટૂર્નામેન્ટ માંથી બહાર કરી સેમિ ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે, હવે ચાહકોની નજર ૫ માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ટીમ ની સામેનાં હાઈ-વોલ્ટેજ મુકાબલા પર છે, ગ્રુપ – ૧ માંથી ભારત અને સાઉથ આફ્રિકા ની ટીમો જ્યારે ગ્રુપ – ૨ માંથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમિ ફાઈનલમાં પહોંચ્યા છે, પોઈન્ટ ટેબલ મુજબ, ભારત બીજા સ્થાને હોવાથી તેની ટક્કર બીજા ગ્રુપની ટોપર ટીમ ઈંગ્લેન્ડ સાથે નક્કી થઈ છે, તેમજ 4 માર્ચે સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ રમાશે.