અમદાવાદના વસ્ત્રાપુર તક્ષશિલા ટાવરમાં રહેતા ૮૪ વર્ષીય મહેશભાઇ રાંદેર ગત ૨૫મી ફેબુ્રઆરીના રોજ બપોરના સમયે માનસી સર્કલથી સુદર્શન સર્કલ ના રોડ ક્રોસ કરીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે કારની ટક્કર લાગતા નીચે પટકાયા હતા જેમાં તેઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું, ગોતામાં આવેલ શીવપાર્કમાં રહેતા સિદ્ધાર્થસીંગ ચૌહાણ શનિવારે ગોતાથી વૈષ્ણોદેવી તરફ જતા એસ.જી હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક કારચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.