મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી કાંકરિયા લેકફ્રન્ટ પરિસર માં રુપિયા ૫.૫૩ કરોડના ખર્ચે અલગ અલગ આધુનિક ટેકનોલોજી આધારીત મલ્ટી મિડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન ડેવલપ કરવા અને બીજા આકર્ષણમાં એક વર્ષની અંદર અંદાજે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે બાળકો માટે કેન્ડી વર્લ્ડનુ નવું આકર્ષણ તૈયાર કરવા માટેનો નિર્ણય લેવાયો છે, બાળકો માટે આ એક નવું ડ્રીમ ડેસ્ટિનેશન બની રહેશે અને એજન્સી પાસેથી કોર્પોરેશનને રેન્ટલ બેઝ ભાડાની આવક ઉપરાંત ૩૫ ટકા રેવન્યુ શેર પણ મળશે, કેન્ડી વર્લ્ડમાં એન્ટ્રી ફી અંદાજે રૂપિયા ૪૦ અને વિવિધ એકટિવીટી દીઠ રૂપિયા ૫૦ થી ૧૦૦ ટિકીટ દર રખાશે, કોર્પોરેશન એજન્સીને માત્ર જગ્યા ફાળવશે, તંત્રને દર વર્ષે પ્રતિ સ્કેવર મીટર રુપિયા ૧૮૭ મુજબ રેન્ટલ ભાડુ રૂપિયા ૭.૭૨ લાખ ની આવક મળશે.