
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં સિકંદર માર્કેટ રોડ, ક્રિશ્ચન કબ્રસ્તાન ની પાછળ આવેલ માંડલ ફેકટરી ની આસ પાસ કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વગર ચાલતાં ન્યુ ચોઈસ ડાઇંગ અને બીજા કેટલાય વૉશિંગ ખાતાઓ વિરુદ્ધ અગાઉ GPCB અને AMC દ્વારા દંડનીય કાર્યવાહી કરી તમામ વૉશિંગ ખાતાઓને સીલ કરેલ હતાં, હાલમાં એક વોશિંગ ખાતા દીઠ માસિક લાખોની રકમના હપ્તાઓ ઉઘરાવી રાત્રિ દરમ્યાન અને દિવસે બહાર થી લોક મારી અંદરખાને આવા ગેરકાયદેસર વૉશિંગ ખાતાઓ ફરીથી બેફામ ધમધમી રહેલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ વૉશિંગ ખાતાના માલિકો દ્વારા વૉશિંગ ખાતુ ચાલતું હોવાની કોઈને ગંધ ન આવે તે માટે સવારે ૦૮:૦૦ વાગ્યે વૉશિંગ ખાતામાં કામ કરતાં માણસોને અંદર ઘુસાડી બહાર થી લોક મારી દેવામાં આવે છે અને સાંજે ૦૬:૦૦ વાગ્યે માણસોને બહાર નીકળવા લોક ખોલવામાં આવે છે, આ વૉશિંગ ખાતાની બહાર લગાવેલ CCTV કેમેરાનાં ફૂટેજ ની તપાસ કરાય તો કોના આશિર્વાદ થી આવા વૉશિંગ ખાતા ચાલી રહ્યાં છે.? કોને કેટલો હપ્તો પહોચાડવામાં આવે છે.? તમામ સત્ય ઉજાગર થઈ જાય.
ગુજરાત હાઇકોર્ટ ના હુકમ નુ પાલન કરવાને બદલે GPCB, AMC અને સ્થાનિક પોલીસ ખાતાના અધિકારીઓની રહેમનજર હેઠળ આવા ગેરકાયદેસર ચાલી રહેલાં વૉશિંગ ખાતાના માલિકો દ્વારા ફરીથી સાબરમતી પ્રદૂષિત કરી રહ્યાં છે, અગાઉ આ વૉશિંગ ખાતાઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમિકલ વાળા પ્રદૂષિત પાણી ને લીધે અને ગેસ ગળતર ને લીધે વૉશિંગ ખાતામાં કામ કરતા બે માણસો મરી ગયેલ હોવાની ઘટનાઓ સામે આવેલ છે ફરીથી કોઈનો ભોગ લેવાય પછી જ કાર્યવાહી થશે.? આ તમામ સીલ કરેલ વૉશિંગ ખાતાઓનાં માલિકો દ્વારા પ્રદૂષિત પાણી ક્યાં છોડવામાં આવે છે.? આ તમામ વૉશિંગ ખાતાના કાપેલ ગટર જોડાણો કોણે જોડી આપેલ છે.? આ તમામ સીલ કરેલ વૉશિંગ ખાતાઓને વિજળી નાં જોડાણો કોણે કરી આપેલ છે.? સ્થાનિક પોલીસ ઉંઘમાં પેટ્રોલિંગ કરે છે કે પછી હપ્તા ઉઘરાવાય છે.? સાબરમતી નદીને ફરીથી પ્રદૂષિત કરવા ગેરકાયદેસર ચાલતા તમામ વૉશિંગ ખાતાઓને ફરીથી બંધ કરવાની માંગ ઉઠી રહી છે.




