રાજપીપળાના રામપુરા થી શહેરાવ, ત્યાંથી નદી ક્રોસ કરી તિલકવાડાથી રેંગણ અને ત્યાંથી નદી ક્રોસ કરી રામપુરા સુધી યોજાતી આશરે ૧૭ કિ.મી પરિક્રમાનું મહાત્મય દિવસે દિવસે વધી રહ્યું છે, દર ચૈત્ર માસ દરમ્યાન યોજાતી નર્મદા પંચકોષી પરિક્રમામાં જુદા જુદા રાજ્યોના હજારો ભાવિકો સામેલ થતા હોવાથી સરકારે નદીની બંને બાજુ બ્રિજ બનાવવા માટે રૂપિયા ૩૦૨ કરોડ ની ફાળવણી કરી છે, જેને કારણે હોડીઓ પણ ઓછી પડતી હોય છે અને ધસારો જોતાં એક તરફ હંગામી બ્રિજ બનાવવામાં આવે છે, મુખ્યમંત્રીએ પરિક્રમા રૂટ માં આવતા રેંગણથી રામપુરાના બ્રિજ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવથી તિલકવાડા વચ્ચે બ્રિજ માટે ૧૭૯.૨૭ કરોડ રૂપિયા ફાળવી બે બ્રિજ ને મંજૂરી આપેલ છે, જેનો લાભ પરિક્રમાવાસીઓ ઉપરાંત નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ ગ્રામજનો,ખેડૂતો અને વિદ્યાર્થીઓને પણ મળશે.