
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં ફાગણી પૂનમના મેળાને ધ્યાને રાખી પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષાના હેતુસર ડાકોર જતા મુખ્ય માર્ગો પર ભારે વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, ૨૫ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી અમદાવાદ થી હાથીજણ, મહેમદાવાદ, મહુધા થઈને ડાકોર જતાં ભારે વાહનો ના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, નડિયાદ ચોકડીથી મહુધા તરફ જતા વાહનો ડાયવર્ટ કરેલ છે, સેવાલિયા અને પાલી બાજુથી આવતા ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા તાકીદ કરેલ છે અને કપડવંજ, કઠલાલ થી ડાકોર તરફ આવતા ભારે વાહનોને અન્ય માર્ગે ડાયવર્ટ કરેલ છે, એસ.ટી વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે અને સરળતાથી સફર કરી શકાય તે માટે ૨૭ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ૬૫૦ વધારાની બસો ફાળવવામાં આવી છે, ડાકોર ખાતે ઠાકોરજીના લાઈવ દર્શન માટે ઘણી બધી જગ્યાએ મોટી સ્ક્રીન પણ ગોઠવવાનું આયોજન કરેલ છે.




