મ્યુનિસિપલ કમિશનરની વારંવાર ટકોર છતાં પણ શહેરના રોગચાળા ના સાચા આંકડા આરોગ્ય અધિકારી દ્વારા છુપાવાઈ રહયા છે, અમદાવાદમાં આશરે ૮૦ લાખથી વધુ વસ્તી વસવાટ કરે છે તેમ છતાં AMC નાં હેલ્થ વિભાગના ચોપડે છેલ્લાં ૧૫ દિવસમાં મેલેરિયા અને ડેન્ગ્યૂના મળી માત્ર છ કેસ નોંધાયા હોવાનું બતાવાય છે.
મળતી માહિતી મુજબ ફેબુ્આરી મહિનામાં ઝાડા ઉલટીના ૧૪૧, ટાઈફોઈડના ૬૫ અને કમળાના ૨૬ કેસ નોંધાયા હોવાનુ AMC નાં ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર દ્વારા બતાવેલ છે અને ૧૫ દિવસમાં પાણીના ૧૧ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે, બે સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે, AMC એ જાહેર કરેલા ૨૬ હોટ સ્પોટ માંથી હાલમાં પણ વિવિધ રોગના દર્દી નોંધાઈ રહયા છે, આમ છતાં આરોગ્ય અધિકારી હેલ્થ વિભાગની કામગીરી સારી બતાવવા સાચા આંકડા છુપાવતા હોવાનું AMC માં ચર્ચાઈ રહ્યું છે.