ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ – ૧૦ ના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની જાહેરાત કરેલ છે, ધોરણ – ૧૨ (સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમ) ની પરીક્ષા ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૧૮ માર્ચ ૨૦૨૬ સુધી ચાલશે, ધોરણ – ૧૦ ની પરીક્ષા સવારના ૧૦:૦૦ થી ૦૧:૧૫ કલાક અને ધોરણ – ૧૨ ની પરીક્ષા બપોરના ૦૩:૦૦ થી ૦૬:૧૫ કલાક ના સેશનમાં લેવામાં આવશે, જ્યારે વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે, પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ બપોરે ૦૩:૦૦ કલાકથી બોર્ડની વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ કરાઈ છે, હોલ ટિકિટમાં વિષય, માધ્યમ કે નામમાં કોઈ ભૂલ હોય તો તુરંત બોર્ડની કચેરીએ જાણ કરવી અનિવાર્ય છે.