
પ્રાપ્ત માહિતી મુજબ અ.મ્યુ.કોર્પોરેશન માં શહેરની વસ્તી મુજબ ફૂડ સેફટી ઓફિસરોની સંખ્યા ઓછી હોવાથી ખાલી પડી રહેલ ૪૨ ફૂડ સેફટી ઓફિસરોની જગ્યા ની ભરતી ની કામગીરી હાથ ધરાયેલ છે, મ્યુનિ.બજેટ બેઠક માટે ચા – કોફી ઉપરાંત સિંગ – ચણાં અને બિસ્કીટ આપવાની કામગીરી એજન્સીને આપેલ હોવા છતાં આ જવાબદારી ૧૮ જેટલા ફૂડ સેફટી ઓફિસરોને સોંપાતા વિવાદ સર્જાયો છે, ફૂડ વિભાગ પાસે ઓફિસર ઓછા હોવાથી સેમ્પલ ઓછા લેવાતા હોવાની રજૂઆત પણ અગાઉ કરાઈ હતી, તેમ છતાં તમામ ફૂડ ઓફિસરોને બે દિવસ બોર્ડ બેઠકમાં હાજર રહેવા પરિપત્ર કરાયો હોવાથી શહેરમાં બે દિવસ કોઈ ફૂડ સેમ્પલ લેવાની કામગીરી થઈ શકશે નહીં અને ફૂડ વિભાગના અધિકારીઓ સિંગ – ચણા અને ચા – કોફી વિતરણ કરશે, આવા પરિપત્રો થી અધિકારીઓ રોષે ભરાયા હોઈ આવી કામગીરી ઓફિસર લેવલના અધિકારીઓની છે.? મ્યુ. કોર્પોરેશન નાં અધિકારીઓમાં તેવા સવાલો ચર્ચાઈ રહ્યાં છે.




