ICC T20 વર્લ્ડ કપની ૨૭ મી મેચમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે, શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલ આ મેચ માં પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ ભારતને પહેલા બેટિંગ આપી હતી, ભારતે પહેલા બેટિંગ કરી ૧૭૫ રન બનાવી પાકિસ્તાનને ૧૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો, ભારતે પાકિસ્તાન ની ટીમને ૧૮ ઓવરમાં માત્ર ૧૧૪ રન આપી ઓલઆઉટ કરી ભારતની ૬૧ રન થી ભવ્ય જીત થઈ છે, આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર – ૮ માં પણ ક્વોલિફાય થઈ ગઈ છે.