મળતી માહિતી મુજબ, મોરબીના સનાળા રોડ પર આવેલી GIDC માં આવેલી ભોલે બાબા ડેરીમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો આ ડેરીમાં બોઇલર બ્લાસ્ટ થતાં ડેરીનો શેડ તૂટી ગયો હતો અને બોઇલરના ટુકડા પાસેના કારખાનામાં ફેલાયા હતા, બ્લાસ્ટની ઘટનાને પગલે નજીકમાં કામ કરતાં શ્રમિકો દોડી આવ્યા હતા, આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એક શ્રમિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, અન્ય શ્રમિકોએ તાત્કાલિક પાણીનો મારો કરીને આગને કાબૂમાં લીધી હતી, વધુ કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.