
આજે ૭ ફેબ્રુઆરીએ એપ-આધારિત કેબ અને ડિલિવરી સેવાઓના લાખો ડ્રાઇવરોએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે જેના કારણે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં ઓલા, ઉબરના પૈડાં થંભી ગયા છે, દિલ્હીમાં હાલમાં જ લોન્ચ થયેલું સરકાર સમર્થિત કો-ઓપરેટિવ એપ ‘ભારત ટેક્સી’ ડ્રાઈવરો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, આ એપ ઝીરો કમિશન અને સર્જ પ્રાઇસિંગ વગર કામ કરવાનું વચન આપે છે.
સરકારની નવી ગાઈડલાઈન્સનો બિનઅસરકારક અમલ આ હડતાળનું મુખ્ય કારણ છે, ડ્રાઈવરોનું કહેવું છે કે કંપનીઓ એકતરફી રીતે ભાડું નક્કી કરીને તગડો નફો કમાઈ રહી છે, જ્યારે લાખો કામદારો ગરીબી તરફ ધકેલાઈ રહ્યા છે, યુનિયનોએ નીતિન ગડકરીને પત્ર લખીને ન્યૂનતમ બેઝ ભાડું નક્કી કરવાની અને ભાડાની સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારી નિરીક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે, શોષણ અને આવકની અસુરક્ષાના વિરોધમાં આયોજિત આ હડતાળને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.




