
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે, વારંવાર થતી ખામીઓના સંદર્ભમાં ઈન્ડિગોના ૪૦૫ વિમાનોનું વિશ્લેષણ કર્યું હતું જેમાંથી આ વર્ષે ૩ ફેબ્રુઆરી સુધીમાં ૧૪૮ વિમાનોમાં વારંવાર ગરબડ હોવાનું સામે આવ્યું છે એર ઇન્ડિયાના દર ૧૦ માંથી ૭ વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે, આનો અર્થ એ છે કે એર ઇન્ડિયાના ૭૦ ટકા વિમાનો માં ટેકનિકલ સમસ્યાઓ છે, આ ઉપરાંત, સ્પાઈસ જેટના ૪૩ વિમાનો માંથી ૧૬ વિમાનો માં વારંવાર ગરબડ હોવાનું જાણવા મળ્યું છે, આંકડા અનુસાર, તપાસવામાં આવેલા ૩૨ વિમાનો માંથી કુલ ૧૪ અકસા એર વિમાનોમાં પણ ખામીઓ જોવા મળી હતી, સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫ થી આ વર્ષે ૩ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ એરલાઇન્સના કુલ ૩૭૭ વિમાનોમાં વારંવાર ગરબડ થવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, મંત્રીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે આવી માત્ર ૩૫૩ ઘટનાઓ બની હતી.




