
પ્રાપ્ત માહિતી મુજબ આજે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં જાણીતા બિલ્ડર અને જોલી ગ્રુપના માલિક તુષાર ઘેલાણી એ પોતાના નિવાસસ્થાને અચાનક પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર થી ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ગોળી છૂટવાનો અવાજ સાંભળી પરિવારના સભ્યો તરત જ રૂમમાં દોડી ગયા હતા, જ્યાં બિલ્ડર ગંભીર હાલતમાં મળી આવ્યા હતા પરિવારજનો એ વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકની ખાનગી મહાવીર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, આ બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સિટીલાઇટ સ્થિત બિલ્ડર નાં નિવાસસ્થાને અને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ઘટના ની તપાસ કરવા એફએસએલ ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે, બિલ્ડરે આવું અંતિમ પગલું ભરવા પાછળ કયા કારણો જવાબદાર છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.




