
અમદાવાદ શહેરમાં ઠેર ઠેર કેળા અને બટેટા ની લાઇવ વેફર બનાવી વેચાણ કરનારાઓની સંખ્યા વધી રહી છે આવા લોકો દ્વારા વેફર બનાવવામાં સડેલા કેળા અને બટેટા વાપરતાં હોવાની ફરિયાદો AMC નાં આરોગ્ય વિભાગને કરેલ હોવા છતાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનાર લોકો વિરુદ્ધ AMC નાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ પગલાં કે કાર્યવાહી કરાતી ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ લાઇવ વેફર બનાવવા માટે વાપરવામાં આવતા તેલ ને વારંવાર ઉપયોગ કરતો હોવાને લીધે લોકો ને અનેક પ્રકારની બીમારીઓ થતી હોઈ આ લાઇવ વેફર નો ધંધો કરતાં લોકો દ્વારા વાપરવામાં આવતા બટેટા, કેળા અને તેલનાં સેમ્પલો લેવાની અને અખાદ્ય ચીજ વસ્તુઓ વપરાતી હોવાની પણ ફરિયાદો AMC ના આરોગ્ય ખાતાને કરેલ છે અને કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વગર ચાલી રહેલા આવા ધંધા બંધ કરાવવાની જવાબદારી AMC નાં આરોગ્ય વિભાગ ની હોવા છતાં એક પણ લાઇવ વેફર બનાવી વેચાણ કરનારને ત્યાં સરપ્રાઇઝ ચેકીંગ કરાયેલ હોવાનું અને કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળેલ નથી અને AMC નાં અધિકારીઓને શહેરીજનોના સ્વાસ્થ્ય ની કોઈ જ દરકાર ન હોય તેમ હાથ પર હાથ ધરી બેસી રહ્યાં છે.




