
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એન.સી.પી નેતા અજીત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા ત્યારે સવારે ૦૮:૪૫ વાગ્યે બારામતી એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, આ દુર્ઘટનામાં અજીત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલોટ, એક પી.એસ.ઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે, અજીત પવારનાં પાર્થિવ દેહને આવતી કાલે ગુરુવારે સવારે ૧૧ વાગ્યે બારામતી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો અને ડીજીસીએ ની ટીમો તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરેલ છે જેથી અકસ્માત પાછળનું સાચું કારણ જાણી શકાય, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલેથી જ બારામતી પહોંચી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવા બારામતી જાય તેવી શક્યતા છે.




