મળતી માહિતી મુજબ, આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની ૩ બ્રાન્ચ, બોપલમા આવેલી DPS, નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ અને વસ્ત્રાપુરની સ્કૂલ એમ કુલ સાત જેટલી સ્કૂલો શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો, સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે સ્કૂલ દ્વારા વાલીઓને પોતાના બાળકોને ઘરે લઈ જવા માટે તાત્કાલિક ફોન અને મેસેજ કરી જાણ કરવામાં આવી હતી, અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા, સ્કૂલોને નિશાન બનાવીને ધમકીભર્યો ઈમેલ મોકલવાની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.