અમેરિકા – યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના તણાવ અને વૈશ્વિક બજારમાં ઉથલપાથલને લીધે આજે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, બુધવારે MCX પર સોનાના ભાવમાં આશરે ૨.૭૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો, સોનાના ભાવમાં આટલો મોટો વધારો થયો કે તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
સોનાની સાથે સાથે ચાંદીમાં પણ ભારે તેજી જોવા મળી હતી, જ્યાં માર્ચ મહિનાનો ચાંદીનો વાયદો વધીને કિલો દીઠ ૩.૨૫.૩૨૬ રૂપિયા પર પહોંચ્યો હતો, દુનિયાભરમાં ચાલી રહેલા દેશો વચ્ચેના વિવાદો અને આર્થિક અસ્થિરતાને કારણે લોકો અત્યારે સોના – ચાંદીમાં રોકાણ કરવું સૌથી સુરક્ષિત માની રહ્યા છે, જેના કારણે સોના – ચાંદી નાં ભાવ માં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.