
અમદાવાદ શહેરમાં તળાવોને દબાણ મુક્ત કરવા AMC દ્વારા શરૂ કરેલ ઝુંબેશ હેઠળ ચંડોળા અને ઈસનપુર બાદ આજે વહેલી સવારથી વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવની અંદર અને તેની આસપાસ થયેલા આશરે ૪૦૦ જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે.
મેગા ડિમોલીશન ની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝોન-૬ હેઠળના પોલીસ સ્ટેશનો ના આશરે ૫૦૦ જેટલા પોલીસ જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને AMC ના ૩૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે, આ દબાણો દૂર કરવા માટે ૧૦ હિટાચી મશીન, ૫ જેસીબી અને મોટી સંખ્યામાં મજૂરોની ટીમ કામે લગાડવામાં આવેલ છે, ફિરદોસ મસ્જીદ સહિતના બે મુખ્ય ધાર્મિક સ્થાનો સિવાયના તમામ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની કામગીરી હાલ ચાલુ છે, ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય અને આસપાસના રહીશોને સુંદર પર્યાવરણ મળી રહે તે માટે તળાવ પરના દબાણો દૂર થયા બાદ આ તળાવને સરકારના પ્રોજેક્ટ હેઠળ ડેવલપ કરવામાં આવશે.




