
અમદાવાદ નાં સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે સવારે AMTS બસમાં અચાનક આગ લાગી હતી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, બસ માં લાગેલી ભીષણ આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો, જ્યારે બસ સોલા સિવિલ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું, આગ લાગી હોવાનું માલૂમ પડતા જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે સમયસૂચકતા દાખવી તુરંત જ બસ ઊભી રાખી દીધી હતી અને બસમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા, ડ્રાઈવર અને કંડક્ટરની આ સતર્કતાને કારણે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી, આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.




